ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ…
