Headlines

ખંભાળિયામાં રૂ. પાંચ કરોડના વિવિધ કામોનું આવતીકાલે થશે લોકાર્પણ

– રૂ.16.3 કરોડના વિવિધ કામોનું ખાત મુહૂર્ત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે ગુરુવાર તા. 5 ના રોજ ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના…

Read More

ખંભાળિયાનો ઓમ કાનાબાર સી.એ. ફાઇનલમાં ઉતીર્ણ

– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ…

Read More

દ્વારકામાં હોળી, ધુળેટીના ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા બાદ પોલીસ તંત્રએ ઉજવ્યું ધૂળેટી પર્વ

– મંદિર નજીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ રંગે રમ્યા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬        ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.        તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે…

Read More

ભાણવડના સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓની સેવામાં હરતાં-ફરતાં ‘પેઈન રિલીફ કેમ્પ’નું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      દ્વારકાના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ સતત ચોથા વર્ષે જોડાયું હતું.        કાળઝાળ ગરમીમાં સેંકડો કિ.મી. અંતર કાપીને અહીંથી પસાર થતા પદયાત્રીઓને થતી શારીરિક પીડામાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક મસાજર મશીન દ્વારા…

Read More

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ      ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી…

Read More

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More

આંતરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ગુજરાત અધ્યક્ષ તરીકે ડો. કે જે ગઢવીની નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬       આંતરાષ્ટ્રિય માનવાધિકાર આયોગ વૈશ્વિક સ્તરે માનવાધિકાર ને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રંગભેદ, લિંગભેદ, જાતિવાદ જેવા વૈશ્વિક દૂષણો સામે નીડરતાથી અવાજ ઉઠાવી ન્યાય અપાવી સામાજિક સમરસતામાં મોટું યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ખંભાળિયા તાલુકાના ડો. કે.જે. ગઢવીને ગુજરાત અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. માનવાધિકારને…

Read More

ખંભાળિયામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હુતાસણી પર્વની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા સ્થળોએ આજરોજ રાત્રે વિવિધ ચોઘડિયામાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.        ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી પાસે ગાડીત પાડામાં દાયકાઓ જૂની રજવાડાના સમયની રાવળી હોળી તેમજ અહીંના રામનાથ સોસાયટી,…

Read More

કેરળથી દ્વારકા દર્શનાર્થે આવેલા વૃધ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી

– તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે. ત્યારે કેરળથી ખાસ ટ્રેન મારફતે દ્વારકા દર્શન કરવા માટે 400 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ આવ્યો હતો. આ સંઘમાં રહેલા 76 વર્ષના એક…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More