ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ […]
Category: INDIA
પોરબંદર બરડા અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભ્યારણમાં આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી તેમજ આ સમયગાળો વિવિધ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનન સમયગાળો હોવાથી, તેમનાં કુદરતી જીવનચક્રમાં અવરોધ […]
ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષ કણઝારિયાનો જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૬-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી શૈલેષભાઈ બી. કણઝારિયાનો આજે 55 મો જન્મદિવસ છે. તારીખ 24-06-1970 દિને જન્મેલા શૈલેષભાઈ કણઝારિયા તથા તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. શૈલેષભાઈ કણઝારિયાએ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ સતત પાંચ ટર્મથી […]
ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે રવિનાબેન મહેતા, જ્યોત્સનાબેન વેગડ અને આફ્રિનબેન મલેક મેદાનમાં : સમરસ કરવાના પ્રયત્નો જારી
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘામાં તા.૧૦-૦૭-૨૦૨૫ નાં રોજ સરપંચ પદના ઉમેદવાર જ્યોત્સનાબેનનાં પતિ મુકેશભાઈ વેગડ , આફ્રિનબેન ના પતિ નદીમભાઈ મલેક દ્વારા ગામના વિકાસ માટે એવો વિચાર કરવામાં આવ્યો કે ” આઝાદીથી લઈને અત્યાર સુધી ઘોઘા ગ્રામ પંચાયત સમરસ નાં થયેલ હોય ત્યારે ઘોઘાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઘોઘા ગ્રામ પંચાયત સમરસ કરી ઘોઘા ગામની એકતા જળવાય […]
સરાસરી હાજરીના નિયમથી ગ્રાન્ટેડ સ્કૂલોના અસ્તિત્વ પર જોખમ
જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જાળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ નડી શકે છે સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ છે અમદાવાદરાજ્યની માન્યતા પ્રાપ્ત શાળાઓની સરાસરી હાજરીના ઠરાવઘી ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી શકે. સરાસરી હાજરી માટેના ૨૦૧૨ના ઠરાવ […]
પોરબંદરના રાતીયા ગામે ઘેડીયા કોળી સમાજ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસ્થાભેર યોજાયો
પોરબંદરપોરબંદર નજીક રાતીયા ગામે વાડી વિશ્રામમાં રાતીયના ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ઘેડીયા કોળી સમાજ વાડી બે રોડ ખાતે નૂતન નવનિર્મિત મંદિરમાં રામદેવજી મહારાજ તથા મોકરીયા પરિવારની આરાધ્ય દેવી વીજ વાસણ માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સામેયા, બારોટના ચોપડે નામકરણ, રામદેવજીનો પાટોત્સવ, સંત વાણી, મુખ્ય દાતા અભિવાદન, […]
ખંભાળિયાના સલાયામાં યોજાયો રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારોહ
– મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ થયા પુરસ્કૃત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. સલાયા […]
ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા
– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક […]
ઈતિ વદતિ પંડિત મૂકેશદાસ: વહેલાં વરસાદનો વરતારો…
ઈશ્વરિયા રવિવાર તા.૧-૬-૨૦૨૫ વરસાદનો ધોરી માસ એટલે અષાઢ… સૌથી વધુ ખેડૂતો જેની રાહ જુએ છે. આમ જુઓ તો આ દિવસોમાં એટલે કે આ પખવાડિયામાં સત્તાવાર ચોમાસુ બેસતું હોય છે. કઠણાઈએ વરસાદ અને વાવાઝોડું વગેરે તો હવે આખું વરસ ચાલે છે. ઋતુચક્રમાં ગંભીર અડચણો માટે આપણે જ જવાબદાર છીએ… જવા દો, એ કકળાટ નથી કરવો… પણ […]
બેટ દ્વારકામાં સિંધુભવન ધર્મશાળાની રૂ. અડધા કરોડની કિંમતી જમીન પર પિતા-પુત્ર દ્વારા કબજો જમાવી રાખવા સબબ ફરિયાદ
– પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી, એકની અટકાયત કરી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં એક ધર્મશાળાની કિંમતી જમીન પર છેલ્લા આશરે ત્રણ દાયકાથી કબજો જમાવીને રાખવા સબબ આરંભડા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બેટ […]
