Sunday July 27, 2025

ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર અને આણંદના બિઝનેસમેન હિતેશ દત્તાણીનો જન્મદિવસ ઉજવાયો

જામ ખંભાળિયા      ખંભાળિયાના જુના અને જાણીતા દત્તાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જીવનભાઈ જેઠાલાલના સુપુત્ર હિતેશભાઈ દત્તાણી નો શાનદારરીતે ઉજવાયો હતો. તારીખ 31 જાન્યુઆરી 1969 ના રોજ જન્મેલા હિતેશભાઈ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે વ્યવસાયના હેતુથી સ્થાયી થઈ, અને અહીં એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. આણંદના જાણીતા અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ […]

નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા

હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે […]

ખંભાળિયાના ચુડેશ્વર વિસ્તારમાંથી પરિણીત મહિલા લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન સબીર હારુન બસર (રહે. બેડી – જામનગર) ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચૂડેશ્વર ગામે આવી હતી. ત્યારે તારીખ 25 મી ના રાત્રીના નવેક વાગ્યાથી તારીખ 26 ના […]

ખંભાળિયાના યુવા ફોટોગ્રાફરના હોનહાર પુત્ર વિવેક કોટેચાનો જન્મદિવસ હોનહાર રીતે ઉજવાયો

જામ ખંભાળિયા          ખંભાળિયાના ફ્રી લાઇન્સ ફોટોગ્રાફર અને જાણીતા રઘુવંશી કાર્યકર મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેક કોટેચાનો આજે જન્મદિવસ છે. તારીખ 28-01-2007 ના રોજ જન્મેલા વિવેક કોટેચા હાલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શિક્ષણ લઈ રહ્યા છે. ડાન્સિંગ, ગેમિંગ, સાયકલિંગ અને ક્રિકેટ જેવી ક્રિએટિવિટીમાં માસ્ટરી તેમજ હોબી ધરાવતા વિવેક કોટેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે […]

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય […]

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું

ભાવનગર 76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની […]

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો […]

ખડસલિયામાં માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં […]

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારની વિચરતી વિમુક્ત જાતિની ગરીબ બહેનોને સુખડી વિતરણ

મૂકેશ પંડિત, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણાથી હંસાબેન જયંતિ ભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુ ભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ […]

Back to Top