પતંગના દોરાના કારણે ફસાયેલ કુંજ પક્ષીને સલામતીપૂર્વક છોડાવીને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી પોરબંદરપોરબંદરના તુંબડા વિસ્તારમાંથી પતંગના દોરાના કારણે ઇજા પામેલ કુંજ પક્ષી નું ઉદય કારાવદરા ટ્રસ્ટ દ્વારા રેસ્કયુ અને ડો. હેમલ ચાવડા દ્વારા સારવાર કરવામાં આવી. અને કુંજ ને પક્ષી અભ્યારણ્ય મા મૂકવામાં આવી હતી. આ માટે જાણીતા પક્ષીવિદ અને પશુ પ્રેમી ડો નેહલ […]
Category: SOCIAL
મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન
ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09229 ભાવનગર […]
ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ
ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીશ્રીની ભેટ બનાસકાંઠાની વર્ષો જૂની માંગણી સંતોષતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ – ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ […]
ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી. માટે બે-દિવસીય કેમ્પ
ભાવનગરભીલ જ્ઞાતિ મંડળ, ખોડિયાર એન્ટરપ્રાઇજ ઇ-સર્વિસ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી તથા રાષ્ટ્રીય અનુ.જાતિ. અને અનુ.જન જાતિ વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી યોગીનગર ખાતે આવેલ ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી તેમજ આઘારકાર્ડમાં સુધારા- વધારા કરવાના બે- દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૧૦ લોકોના આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ ૨૩૦ કરતા વધુ લોકોના રેશનકાર્ડના […]
ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયામાં છાત્ર શક્તિ રથનું આગમન: ABVP દ્વારા કાર્યક્રમો
એક સમયે મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો કુંજન રાડિયા, જામ ખંભાળિયા
કંટાળા પ્રા શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું
મૂકેશ પંડિત, કંટાળાઆજરોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ,ભાવનગર દ્વારા ધોરણ 1 થી 5 ના તમામ 133 બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય ને શાળા ના આચાર્ય શ્રી દિપેનભાઈ દીક્ષિત અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું.
પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન
કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ […]
લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી
લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ શ્રી વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા […]
દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું
ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય […]
