ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી કોપર વાયરની ચોરી
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા – જામનગર માર્ગ પર કાઠી દેવળીયા ગામે આવેલી નયારા કંપનીમાં આવેલા પી.પી. પ્લાન્ટમાં આર.આર. કેબલ લિમિટેડ કંપનીનો આર્થિંગ માટેનો કોપર વાયર ગત તારીખ 1 એપ્રિલના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપની કર્મચારી અમૃતલાલ વેલજીભાઈ પટેલ દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. …
