Sunday August 10, 2025

ઓનલાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે એફઆઇઆર

– બે ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસે બે શખ્સોને દબોચ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૫        છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગ મારફતે જુગાર રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને જુવાનિયાઓ આવા જુગારના રવાડે ચડે છે અને બરબાદ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં […]

નરારા પોર્ટ પાસે ઇંધણ પાઇપલાઈનમાં આગ અને વિસ્ફોટ: દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતાની ચકાસણી કરાઈ

– જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫        ખંભાળિયા-જામનગર માર્ગ પર નરારા પોર્ટ પાસે ઈંધણની પાઇપલાઇનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫          કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના ગઈકાલે બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.           આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે […]

ગુજરાતમાં ૨૦૨૪માં ૧૨.૮૮ લાખથી વધુદેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાત લીધી

ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું સન્માન કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વિરાસતનું સ્થળ-ધોળાવીરા…………………………ગુજરાતમાં આવેલા વિવિધ ૧૮ હેરિટેજ પ્રકારનાસ્થળોની કુલ ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ લીધી મુલાકાત…………………………વિરાસતની […]

પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫      જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.      આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી, […]

ઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળઓખા મંડળના જળ, જમીન, જંગલ, જળ સ્તર અને દરિયામાં પ્રદૂષણ અટકાવવાની માંગઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળ

– ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર –  – સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ યોજાયો –  – ખાનગી કંપની દ્વારા જમીન અને દરિયો પ્રદુષિત કરાતા હોવાની ફરિયાદ કુંજન રાડિયા –જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫         ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના […]

કાલે વિશ્વ પુસ્તક દિવસ: ખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય

– રૂપિયા 6 કરોડના ખર્ચે ગ્રંથાલયનું આયોજન –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫       વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી હોતો.     આજે વિશ્વ પુસ્તક દિવસ […]

હરીપર નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: સલાયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મદીના ચોક ખાતે રહેતા અલ્તાફભાઈ સલીમભાઈ સૈયદ નામના 24 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે રાત્રિના સમયે તેમના મિત્ર હાસમ ઉર્ફે સાહેલ રજાકભાઈ મોખા (ઉ.વ. 21, રહે. સલાયા) સાથે મોટરસાયકલ પર બેસીને સલાયાથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર હરીપર ગામ […]

ખંભાળિયાની નાલંદા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫        ખંભાળિયામાં આવેલી નાલંદા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ અન્ય પ્રસંગ અનેક કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ રજૂ કરી હતી. […]

ના, તમે નહીં ગણાઓ : રાજ્યમાં સંભવિત તા. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ –  – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫           સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર […]

Back to Top