દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ
કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. …
