ગુજરાતના યુવાનો પોતાની નિપુણતા અને પ્રત્યુત્પન્નમતિનો પરિચય દેશના અન્ય યુવાનોને કરાવે, ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ – વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા નવી દિલ્હીમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે, તા. 12 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે રાજભવનમાં ગુજરાતના આ તેજસ્વી…
