ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના…
