Headlines

ઓખા-તિરુપતિ એક્સપ્રેસ ટ્રેનને સોમવારે સા ંસદ પૂનમબેન માડમ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર ાવશે


જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સોમવાર તા. 11 ના રોજ ઓખા સ્ટેશનેથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની વિગતોમાં આ સાપ્તાહિક ટ્રેન નં. 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ તા. 11 મે થી ઓખાથી દર સોમવારે રાત્રે 11:35 વાગ્યે ઉપડશે. જે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે રાજકોટ પહોંચશે અને બુધવારે 11:30 વાગી2 તિરુપતિ પહોંચશે.
રિટર્ન માં ટ્રેન નં. 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ તા. 14 મે થી તિરુપતિથી દર ગુરુવારે સવારે 8:15 વાગ્યે ઉપડીને શનિવારે સવારે 5:25 વાગ્યે રાજકોટ અને શનિવારે જ સવારે 11:50 વાગ્યે ઓખા પહોંચશે.
ટ્રેનના સ્ટોપેજમાં આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ રહેશે. ટ્રેન નં. 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મે થી પી.આર.એસ. કાઉન્ટર અને આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *