શુભ વિવાહ
:: ચિ અમન * ચિ. ટીશા ::
ખંભાળિયાના શ્રીમતી કાજલબેન સ્વ. લલીતભાઈ (લખન) ત્રિકમદાસ સામાણીના સુપુત્ર તથા શ્રી હસમુખભાઈ સામાણીના ભત્રીજા ચિ. અમનના શુભ લગ્ન શ્રીમતી ગીતાબેન તથા શ્રી ચેતનભાઈ નારાયણદાસ ગોકાણીની સુપુત્રી ચિ. ટીશા સાથે શનિવાર તારીખ 25-04-2026 ના શુભ દિને અત્રે બેઠક રોડ ઉપર આવેલા શ્રી રાજપુત સેવા સમાજ ખાતે યોજાયા છે.
આ પ્રસંગે શુક્રવારે સાંજે 5 વાગ્યે સંગીત સંધ્યા અને 9 વાગ્યે દાંડિયારાસ, શનિવારે સવારે મંડપ મુહૂર્ત અને ગ્રહશાંતિ, બપોરે 12 વાગ્યે હલ્દી સેરેમની બાદ સાંજે 7 વાગ્યાના શુભ મુહૂર્તે નવ દંપતી સાજન-મહાજનની ઉપસ્થિતિમાં સપ્તપદીના સાત ફેરા ફરી અને લગ્નગ્રંથિથી જોડાશે.
