Headlines

ખંભાળિયા તાલુકાની સરકારી શાળાના બાળકોનો મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં દબદબો


જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬

સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષાઓમાં ખંભાળિયા તાલુકા ની શ્રી જૂની ફોટ પ્રાથમિક શાળામાંથી 20 માંથી 7 બાળકોનો જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. ઉપરાંત અન્ય 2 બાળકો એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. જેમાં વિરાજ ધરણાતભાઈ કારેથા (78 ગુણ), અસ્મિતા પરમાભાઈ નીનામા (74 ગુણ), દિવ્યેશ લખમણભાઇ કારેથા (69 ગુણ), સાત્વિક પ્રફુલભાઈ મેસવાણિયા (68 ગુણ), જાનવી ડાયાભાઈ જાદવ (67 ગુણ), બંસી સુમાતભાઈ કારેથા (67 ગુણ), વાસુદેવ ભરતભાઈ ભટ્ટી (61 ગુણ) તથા એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષામાં જિલ્લાની એસ.ટી. કેટેગરીમાં નીનામા અસ્મિતા પરમાભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. એસ.ટી. કેટેગરીમાં જાનવી ડાયાભાઈ જાદવએ તૃત્ય નંબર પ્રાપ્ત કર્યો છે. આ માટે બાળકો તથા શિક્ષકોની મહેનત રંગ લાવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *