Headlines

ખંભાળિયા તાલુકા પંચાયતમાં “આપ”ના ઉમેદવાર ો વિજેતા – કાઠી દેવળીયામાં અગ્રણી નરેન્દ્રસિ ંહ જાડેજા બન્યા સદસ્ય –


જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિજેતા બન્યા છે.
24 બેઠક વાળી ખંભાળિયા તાલુકા પંચાયતમાં મહદ અંશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. જો કે આ વચ્ચે સામા પવને પણ ટક્કર આપીને 12, કાઢી દેવળીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી લડેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ સુજુભા જાડેજાનો 615 મતે વિજય થયો છે. આ ઉપરાંત અન્ય એક ઉમેદવાર એવા રસીદાબેન જુનસ ચમડીયાનો પણ વાડીનાર-2 બેઠક પર વિજય થયો છે.
આ વિજેતા ઉમેદવારોને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ સ્થાનિકો, આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *