Headlines

ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ભાજપનો વિજય: આપ અને અપક્ષનું પણ ખાતું ખુ લ્યું –


ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ભાજપનો વિજય– આપ અને અપક્ષનું પણ ખાતું ખુલ્યું –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬

ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના આજરોજ મત ગણતરીના દિવસને પુનઃ ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં બેઠક મેળવી, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે.
ખંભાળિયા નગરપાલિકાના કુલ નવ વોર્ડના 36 સભ્યો પૈકી ફોર્મ પરત ખેંચાયા બાદ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો તેમજ વોર્ડ નંબર 8 ના એક મહિલા સદસ્યા બિનહરીફ જાહેર થતાં 31 સભ્યો માટેની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું .જેની મતગણતરી આજે સવારથી અહીંના બસ સ્ટેન્ડ સામે આવેલી પ્રાંત કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી. અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના વડપણ હેઠળ સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયામાં ક્રમશઃ મતની પેટીઓ ખુલી હતી. જેમાં ગણતરીના પ્રારંભે પોસ્ટર બેલેટનું કાઉન્ટિંગ કરાયું હતું.
વોર્ડ નંબર 1 ની ખૂબજ ઉત્તેજનાસભર બની ગયું આ ચૂંટણીમાં ભાજપના દક્ષાબેન અનિલભાઈ વારીયા 962 મત, મધુબેન જયરાજભાઈ નકુમ 951 મત અને લખમણભાઈ જેઠાભાઈ ચાવડા 808 મત મેળવીને વિજેતા થયા હતા. આ સાથે મજબૂત અપક્ષ ઉમેદવાર ઉદય ખીમાણંદભાઈ ગઢવીએ નોંધપાત્ર 1866 મત મેળવી અને વિજય પ્રાપ્ત કર્યો હતો.
આ સાથે વોર્ડ નંબર 2 માં ભાજપના 21 વર્ષના સૌથી યુવા ઉમેદવાર ઋષિરાજ કિરીટભાઈ ખેતિયા 2357 મત, કવિતાબેન ભરતભાઈ ચાવડા 2212 મત, રસિકભાઈ લાલજીભાઈ નકુમ 2206 મત અને મુક્તાબેન કિશોરભાઈ નકુમ 2233 મત મેળવી, ભાજપની આ આખી પેનલ વિજેતા બની હતી.
આ ઉપરાંત વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો જીગ્નેશ રવજીભાઈ પરમાર મત, પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા મત, હંસાબા ભીખુભા જેઠવા મત અને નીરવ દીપકભાઈ લાલ મત સાથે આખી પેનલ વિજેતા બની હતી.
વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર આલુ અમિતકુમાર મોવર 1163 મત, રેખાબેન જટાશંકર ખેતિયા 1357 મત અને ગોવિંદ હમીર સોલંકી 1099 મત મેળવીને તેમજ આમ આદમી પાર્ટીના અબુભાઈ કાસમભાઈ ભોકલ 1070 મત મેળવીને વિજેતા થયા છે.
આ સાથે વોર્ડ નંબર 5 ના આમ આદમી પાર્ટીના શરીફાબેન ફિરોઝ બ્લોચ 1116 મત, અવેશ યાકુબ સાટી 917 મત, રિહાના યાસીન રૂંઝા 974 મત અને ઈમ્તિયાઝખાન મહમદખાન લોદીન 943 નામના ચાર ઉમેદવારો સાથે આપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે.
આ વાત છે મહત્વપૂર્ણ બાબત છે કે વોર્ડ નંબર 6 ના ભાજપના ચાર ઉમેદવારો મોહિત ભરતભાઈ મોટાણી, કિરણબેન પ્રદીપભાઈ ઘઘડા, મેઘાબેન નિકુંજભાઈ વ્યાસ અને મનીષ કાંતિલાલ નકુમ તેમજ વોર્ડ નંબર 8 ના મહિલા ઉમેદવાર ભાજપના સીમાબેન પ્રભાતભાઈ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.
મત ગણતરીના સ્થળે ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા પણ મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મતદાન પ્રક્રિયા બાદ વિજેતા થયેલા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ તેમજ ગગનભેદી વિજયનાદ સાંભળવા મળ્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *