ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામમાં રામજી મંદિરના લાભાર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા અને રામાપીર બાપાનું પાંચ દિવસનું સમાધિ આખ્યાન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવત ૨૦૮૨ ના જેઠ સુદ બીજ સોમવાર, તારીખ ૧૮ મે ૨૦૨૬ થી શરૂ થઈને જેઠ સુદ એકાદશી મંગળવાર, તારીખ ૨૬ મે ૨૦૨૬ સુધી ધામધૂમથી ચાલશે. સમગ્ર આયોજન ખડસલિયા ગામના કલાભાઈ લાલાભાઈ ડાભી તથા ગોવિંદભાઈ વાલાભાઈ ડાભીની વાડી, ચોખવાળી વિસ્તાર ખાતે રાખવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે રામજી મંદિરના મહંત નિર્મળદાસબાપુ દેવમુરાારી સહિતના આગેવાનો અને નિમંત્રકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહોત્સવમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના છે. કથા દરમિયાન દરરોજ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
ધાર્મિક પ્રસંગો, કલાકારોની પ્રસ્તુતિ અને મુખ્ય સહયોગીઓ
આ નવ દિવસીય ધાર્મિક મહોત્સવમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં જ્યોત પ્રાગટ્ય અને નેજા પૂંજન ૧૮ મે ૨૦૨૬ ના રોજ સવારે ૯:૧૫ કલાકે વિધિવત રીતે થશે. તે જ દિવસે બપોરે ૨:૩૦ કલાકે રામજી મંદિરથી કથા મંડપ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે અને સાંજે ૩:૩૦ કલાકે કથાનો પ્રારંભ થશે. કથાના મુખ્ય વક્તા તરીકે સાંજણાસરવાળા વ્યાસ વિષ્ણુદાદા પોતાની અમૃતવાણીથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૦૦ થી ૬:૦૦ સુધીનો રહેશે. કથા દરમિયાન શિવ વિવાહ, રામ જન્મ, ધનુષ્ય ભંગ, રામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, હનુમાન મિલન અને રામરાજ્ય જેવા પાવન પ્રસંગો જીવંત કરાશે. આ ઉપરાંત જય શ્રી બાબારી રામદેવપીર નવુ મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય સમાધિ આખ્યાનમાં રામદેવપીરનું મુખ્ય પાત્ર જીતુભાઈ પંડ્યા ભજવશે, જેઓ પાર્શ્વ ગાયક તરીકે પણ સેવા આપશે. મુખ્ય ગાયક કલાકાર તરીકે ભરતભાઈ વેગડ અને હાર્દિકભાઈ મકવાણા (વાડીવાળા) પોતાની કલા રજૂ કરશે. સંગીતના જાણીતા કલાકારો તરીકે લાલુ ભાલ અને અશોક બારૈયા (આલુ) ભક્તિ સંગીતની રમઝટ બોલાવશે. પીથુમાં ચુલવાળા મેલડીમાંના ભુઈ કુંભારવાડાથી પણ ખાસ ઉપસ્થિત રહેશે. મહેમાન કલાકારોમાં લાલજીભાઈ ડાભી, અજયભાઈ મેવાડા, ભરતભાઈ બારૈયા (કુડા) અને ગગનભાઈ જેઠવાનો સમાવેશ થાય છે.
આ મહોત્સવમાં આર્થિક સહયોગ આપનાર મુખ્ય દાતાઓમાં અર્જુનસિંહ ગોકુભા ગોહિલ, મુન્નાભાઈ દિયાળભાઈ ડાભી, લાખાભાઈ ખીમજીભાઈ બારૈયા, મગનભાઈ હરજીભાઈ સોલંકી, બુધાભાઈ મધુભાઈ ચુડાસમા, રાજદેવભાઈ રેયાભાઈ રાવળદેવ, અનિલભાઈ ગીરધરભાઈ ડાભી, અમરાભાઈ ખાટાભાઈ દેસાઈ, લક્ષ્મણભાઈ પોપટભાઈ વાઘેલા, રમેશભાઈ હરજીભાઈ ડાભી, આશાબેન જયસુખભાઈ મકવાણા અને ભુપતભાઈ માધાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહોત્સવમાં આમંત્રિત મુખ્ય મહેમાનો તરીકે જગદીશભાઈ સોલંકી, મેઘજીભાઈ સુમરા, રમેશભાઈ આહિર, માધુભાઈ-માધવ પાન સેન્ટર, શારદાભાઈ-મહેતા પાન સેન્ટર, મનુભાઈ ગોહિલવાળા, ભાવેશભાઈ કંડોળિયા, અશુભા ગોહિલ, મુકેશભાઈ આહિર, પ્રફુલભાઈ પરમાર, હરદેવસિંહ ગોહિલ, દિલીપસિંહ ખોખરા, પિનુભાઈ બારૈયા અને રફિકભાઈ સરૈયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભોજન અને મંડપ વ્યવસ્થા માટે સંતકૃપા મંડપ સર્વિસ અને જય મોગલ મંડપ સર્વિસ કાર્યરત છે, જ્યારે સાઉન્ડ વ્યવસ્થા વેગડ સાઉન્ડ અને લાઈટ ડેકોરેશન વછરાજ Lાઇટ ડેકોરેશન દ્વારા સંભાળવામાં આવી રહી છે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું યુટ્યુબ ચેનલ પર ભવ્ય લાઈવ પ્રસારણ પાંડવ ડિજિટલના જીત પંડ્યા અને ભીમાભાઈ અચાવત દ્વારા કરવામાં આવશે જેથી દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ ઘરે બેઠા આ મહોત્સવનો લાભ લઈ શકે.
