Headlines

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ



ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે


​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા


​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. મોરારિબાપુએ આ ઘટનાને અત્યંત દુખદ ગણાવી શહીદ જવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
​આ શ્રદ્ધાંજલિ સાથે જ મોરારિબાપુ દ્વારા માનવીય અભિગમ દાખવી આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. શ્રી ચિત્રકુટધામ તલગાજરડા તરફથી પ્રત્યેક શહીદ જવાનના વારસદારને ૨૫ હજાર રૂપિયા લેખે, કુલ ૧ લાખ રૂપિયા સંવેદનારૂપે અર્પણ કરવામાં આવશે. મોરારિબાપુ હંમેશા રાષ્ટ્રના રક્ષકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે, જેના ભાગરૂપે આ સહાય જાહેર કરવામાં આવી છે. આ રકમ ટૂંક સમયમાં જવાનોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવાયું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *