Headlines

તળાજા એસટી ડેપોમાં પ્રવાસીઓ માટે સતત ૨૪માં દિવસે નિ:શુલ્ક છાશ વિતરણ


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે એસટી બસના મુસાફરોને ઠંડક આપવા માટે તળાજા ડેપોમાં આજે સતત ૨૪માં દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણનો સેવા યજ્ઞ સફળતાપૂર્વક ચાલુ રાખવામાં આવ્યો હતો. આજની આ અમૃત સમાન છાશના મુખ્ય દાતા તરીકે જીગરભાઈ પટેલ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, જ્યારે છાશને ઠંડી રાખવા માટે જરૂરી બરફની સેવા દરરોજની જેમ અશોકભાઈ સગર તરફથી પૂરી પાડવામાં આવી હતી. પ્રવાસીઓની સુવિધા માટે આયોજિત આ પ્રશંસનીય સેવા કાર્યમાં કાંતિભાઈ વોચમેન, વિજયસિંહ ગોહિલ, પ્રવીણભાઈ, ધીરુભાઈ, રાજદીપ સિંહ, અયાન તેમજ ઘુઘા ભાઈ દેસાઈ વગેરે સેવાભાવી યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુસાફરોને છાશ પીવડાવી હતી. મુસાફરોની ભારે ભીડ વચ્ચે પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન ટ્રાફિક ઇન્સ્પેક્ટર કૌશિકભાઇ ઉપાધ્યાય દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *