Headlines

દરિયાઈ સરહદે મરીન પોલીસનું મોટું ઓપરેશન: નિયમોનો ભંગ કરી ગેરકાયદે માછીમારી કરતી ૩ ફાઈબર બોટો ઝડપાઈ


​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬)

ગુજરાતના સંવેદનશીલ દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે નવીબંદર મરીન પોલીસે સમુદ્રમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ૨૩ મે ૨૦૨૬ ના રોજ ગોસાબારા દરિયાઈ પટ્ટી પર કલર કોડિંગ કે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગર શંકાસ્પદ રીતે ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારી કરી રહેલી ત્રણ આધુનિક ફાઈબર બોટોને (FRP-OBM Craft) મરીન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​નવીબંદર મરીન પોલીસ સ્ટેશનની ટીમ ૨૩ મે ૨૦૨૬ ના રોજ ગોસાબારા લેન્ડીંગ પોઇન્ટ દરિયા કિનારાના વિસ્તારમાં પ્રવેશ કરીને પેટ્રોલિંગ અને વોચમાં હતી. આ દરમિયાન દરિયાની અંદર ત્રણ નાની બોટો સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. મરીન સ્ટાફે દરિયામાં પીછો કરીને આ ત્રણેય બોટોને આંતરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે બોટો પર કોઈ પણ પ્રકારની અનિવાર્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી અને દરિયાઈ સુરક્ષા માટે ફરજિયાત એવું કલર કોડિંગ પણ કરવામાં આવ્યું ન હતું.
​ઝડપાયેલી પ્રથમ બોટ “જય વિજવાસણમાં કૃપા” ના ચાલક બાબુભાઇ કેશવભાઇ પરમાર, બીજી બોટ “દેવ સાગર-૬૧” સાથે ભીખુભાઇ પઢુભાઇ સલેટ અને ત્રીજી બોટ “નિના દેવી” સાથે રમેશભાઈ કરશનભાઇ સલેટ નામના માછીમારો પકડાયા હતા. આ ત્રણેય બોટ ચાલકો કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા કે ઓળખ વગર ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળસીમાની અંદર ગેરકાયદેસર રીતે માછીમારી કરતા હોવાનું પુરવાર થયું હતું. મરીન પોલીસે ૨૩ મે ૨૦૨૬ ના રોજ આ ત્રણેય બોટના ચાલકો સામે ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદા હેઠળ અલગ-અલગ ત્રણ ગુના નોંધી બોટો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *