Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી તથા સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર, બોર્ડ, નિગમની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોને તેમજ દુકાન અને વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, હોસ્પિટલોના કર્મચારી તથા કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મત આપી શકે તે હેતુથી આ દિવસે નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવાની રહેશે.
આ વિસ્તારો સિવાય અન્યત્ર નોકરી કરતા હોય, પરંતુ તેઓ આ ચૂંટણી હેઠળના વિસ્તારોના મતદારો હોય તે નાગરિકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે નિયમાનુસાર રજા આપવાની રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *