તળાજા અને મહુવા સહિતના પંથકમાં ઉભા પાક સુકાઈ રહ્યા હોવાથી ૮/૯/૨૦૨૬ પહેલા તાત્કાલિક સિંચાઈનું પાણી આપવા અથવા સંપાદિત જમીન પરત કરવા પ્રમુખની માંગ
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
ભાવનગર જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૧ મહિનાથી વરસાદ ન થવાના કારણે ખેડૂતોના કપાસ અને સિંગ સહિતના ઉભા પાક સુકાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને ખેડૂતોને સિંચાઈનું પાણી, ખેતીવાડી માટે ૧૦ કલાક વીજળી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા હંગામી ધોરણે કરવા માટે પાવર આપ્યો છે. હાલ શૈત્રુજી ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાકિદે આગામી ૮/૯/૨૦૨૬ પહેલા શૈત્રુજી ડેમનું પાણી જમણા અને ડાબા કાંઠાની કેનાલોમાં છોડવા માટે કડક આદેશ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ સંદર્ભમાં રજૂઆત કરતા ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભાએ જણાવ્યું છે કે શૈત્રુજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ખેડૂતોને પાણી આપતી વખતે નિતનવા ગતકડાં કાઢવામાં આવે છે અને મનઘડંત નિયમો બનાવીને નાણાં ભર્યા પછી જ પાણી છોડવાની વાતો કરવામાં આવે છે.
ભાવનગર મહાનગરપાલિકા પાસે શૈત્રુજી ડેમના પાણીના વેરા પેટે ૨૦૮ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ બાકી હોવા છતાં તે વસૂલવામાં આવતા નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો પાસે પૈસા માંગવાનું વલણ બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત તળાજા, પાલિતાણા, ઘોઘા અને મહુવા તાલુકાના ધારાસભ્યો પણ ખેડૂતોના પ્રશ્ને મૌન ધારણ કરીને બેઠા છે અને સત્તાધારી પક્ષના નેતાઓ ડેમ ઓવરફ્લો થતી વખતે માત્ર ફોટા પડાવવા પૂરતા પહોંચી જાય છે. વર્ષ ૧૯૮૪માં ડાબા કાંઠા પર અવાણીયા સુધીનું પાણી પહોંચાડતી કેનાલ બંધ કરી દેવામાં આવી હતી. આ કેનાલ શરૂ કરાવવા માટે વર્ષ ૨૦૨૦માં ૧૫મી જાન્યુઆરીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસે ઘોઘા રોડ પર અવાણીયા ગામ પાસે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે શૈત્રુજી સિંચાઈ વિભાગ દ્વારા સફાઈ કામ કરીને ૨૦ કરોડ રૂપિયાનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. તે સમયે પાણી પૂરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા દ્વારા ૨૦૨૨ અને ૨૦૨૪માં મુલાકાત દરમિયાન ૧ વર્ષમાં પાણી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં વર્ષો વીતી જવા છતાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી.
તેમજ વર્ષ ૧૯૯૫માં જમણા કાંઠાના છેવાડે આવેલા તરેડી, સથરા, વાલાવાવ, ભાદૌડ અને વડલી ગામોના ૧૫૪ ખેડૂતોની ૭૪ એકર જમીન સંપાદન કરવામાં આવી હતી, જેને ૩૧ વર્ષ વીતી ગયા છતાં એક ટીપું પાણી મળ્યું નથી. જો આગામી સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને પાણી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેમાં કોઈ પણ અઘટિત ઘટના બનશે તો તેની તમામ જવાબદારી શૈત્રુજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની રહેશે. આગામી ૫/૯/૨૦૨૬ના રોજ આ અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવશે અને ભરતસિંહ વાળા દ્વારા આ મામલે આકરા પાણીએ નિવેદન આપવામાં આવ્યું છે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

A practical test for a hookup site, is easier to judge by using one consistent checklist covering audience fit, local activity, conversation quality, privacy, moderation, billing, and deletion. For new users, a minimal profile offers a safer way to inspect the experience first. Clear expectations also reduce wasted time and awkward conversations after matching.