Headlines

પાકિસ્તાન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો યથાવત રાખ્યા: ફુગાવાનો દર ૨૨ ટકાની આસપાસ રહેવાની આશંકા


​ધ ગ્રેટ વર્લ્ડ, કરાચી

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ની મોનેટરી પોલિસી કમિટીએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વ્યાજ દરો (Policy Rate) માં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. બેંકના ગવર્નરે કરાચી ખાતે યોજાયેલી બેઠક બાદ જણાવ્યું કે, દેશમાં આર્થિક સ્થિરતા લાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે કે મોંઘવારીનો દર હજુ પણ ૨૨ ટકાની ઉપર આસપાસ ચાલી રહ્યો હોવાથી વ્યાજ દરો ઘટાડવા તે અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ઊંચા વ્યાજ દરોને કારણે પાકિસ્તાનમાં નવો વ્યવસાય શરૂ કરવો કે ઉદ્યોગોનું વિસ્તરણ કરવું અત્યંત મોંઘું સાબિત થઈ રહ્યું છે. આર્થિક નિષ્ણાતોના મતે, આઈએમએફની કડક શરતો અને આગામી બજેટમાં ટેક્સના નવા ભારણને કારણે આગામી થોડા મહિનાઓ સુધી પાકિસ્તાની રૂપિયો વધુ નબળો પડી શકે છે અને સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર યથાવત રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *