ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં પાવનકારી પુરુષોત્તમ માસ નિમિત્તે એક વિશેષ ભાગવત કથા સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જેમાં ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથા સાહિત્યવારિધિ પ્રાતઃ સ્મરણીય માધવરાયજી મહારાજશ્રીની પાવન સ્મૃતિમાં યોજાઈ રહી છે. તેમના અતિ નિકટના પરમ મિત્ર અને પુષ્ટિ સંપ્રદાયના વિવિધ ચરિત્રામૃત કથાઓના સુપ્રસિદ્ધ તેમજ અતિ લોકપ્રિય લેખક અને વક્તા નંદકિશોરભાઈ અં. ખંદડીયા (મુંબઈ – વડોદરા) આ કથાના મુખ્ય વક્તા તરીકે સેવા આપશે. પુષ્ટિ સંપ્રદાયના વાર્તા સાહિત્યમાં શિરમોર સમાન ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથના લેખક પોતે આ કથા દ્વારા નિકુંજનાયકના અત્યંત રસપ્રચૂર ચરિત્રામૃતનો અલ્ભ્ય લાભ એક અઠવાડિયા સુધી વૈષ્ણવોને આપશે.
આ ધાર્મિક મહોત્સવ ગુર્જર વિક્રમ સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ ૧૦, સોમવારથી શરૂ થઈને ગુર્જર વિક્રમ સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ ૧૫, રવિવાર સુધી ચાલશે. કથાનો સમય પ્રતિદિન સાંજે બરાબર ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથામાં મોડેથી પ્રવેશવું એ રસક્ષતિ સમાન હોવાથી તમામ શ્રોતાઓને સમયસર પધારવા માટે આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે. આ કથા સત્રના મુખ્ય મનોરથી લીલાવંતીબેન લક્ષ્મીદાસ પાબારી (રાજકોટ) છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ગીરનારા સોની સમાજ, લોઢીયા હોલ, એસી હોલ, ત્રીજા માળે, પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવના મુખ્ય નિમંત્રક વલ્લભાચાર્યજી હવેલી, મહાત્મા ગાંધી માર્ગ, પોરબંદર છે. કથાના આયોજન અંગે વધુ માહિતી અથવા સંપર્ક કરવા માટે ઈલેશભાઈ સામાણીનો મોબાઈલ નંબર ૯૬૨૪૬૦૭૩૪૧ પર સંપર્ક કરી શકાશે. આ કથામાં જાણીતા, અજાણ્યા તમામ આપ્તજનો, મહાનુભાવો અને રસિક જનોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
