ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બગવદર પોલીસે સોઢાણા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૮ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. ઉદ્યોગનગર પોલીસ દ્વારા સુભાષનગર વિસ્તારમાંથી ૭ લીટર દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કુતિયાણા, કીર્તિમંદિર, માધવપુર અને હાર્બર મરીન પોલીસ મથક હેઠળ પણ દેશી દારૂના નાના જથ્થા સાથે અલગ-અલગ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લામાં પ્રોહિબિશનની અમલવારી માટે પોલીસ સતર્ક બની છે.
