ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
કીર્તિમંદિર પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બંદર રોડ પરથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દિવાદાંડી સામેના રોડ પરથી ૨૪ વર્ષીય પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઈ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી પ્લાસ્ટિકના કવર વગરની એક છરી મળી આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે જી.પી. એક્ટ મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
