Headlines

વિશ્વસ્તરે ગુજરાતનું ગૌરવ વધારનાર પ્રતિભ ાશાળી મહિલા: ભાવનગરની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્ યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્ માન :


વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૩
અમદાવાદના શ્રીય બાલાજી અગોરા મોલ ખાતે યોજાયેલા ભવ્ય “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” સમારોહમાં ભાવનગરના ડૉ. કૌશલ્યા રમેશચંદ્ર દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા. Maa Krupa Gems, Bharat Occult Foundation અને Priyaa Events દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના પ્રતિભાશાળી વ્યક્તિઓને માન આપવામાં આવ્યું.
ડૉ. કૌશલ્યા દેસાઈ છેલ્લા ત્રણ દાયકાથી ગ્રાફોલોજી અને એસ્ટ્રોલોજી ક્ષેત્રે કાર્યરત રહી સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની સંસ્થા “કૌશલ્યા ગ્રાફોલોજી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા તેઓ સંશોધન, શિક્ષણ અને નિઃશુલ્ક વ્યાખ્યાનો દ્વારા અનોખું યોગદાન આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં જાણીતી સેલિબ્રિટી પૂજા શર્મા રેખાજીની હાજરીએ સમારોહને વધુ ગૌરવ આપ્યું હતું. અનેક આગેવાનોની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ડૉ. દેસાઈએ જણાવ્યું હતું કે, ”આ અવસર મારા માટે માત્ર એવોર્ડ નથી, પરંતુ 30 વર્ષના પરિશ્રમ અને વિશ્વાસની જીત છે. “આ સન્માન મારા માટે ગૌરવની સાથે વધુ જવાબદારી પણ છે. હું ભવિષ્યમાં પણ સમાજ માટે વધુ કાર્ય કરવાનું ચાલુ રાખીશ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *