

નવા રતનપર
તાજેતરમાં નવા રતનપર ગામે નવારતન પર લાઇબ્રેરીનો ઉદ્ઘાટન પ્રસંગ યોજાઈ ગયો. જિલ્લા પંચાયત સદસ્ય રઘુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, પૂર્વશિક્ષક શાર્દુલ બારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં શિક્ષણવિદ લક્ષ્મણભાઈ બારૈયા દ્વારા વર્તમાન હરીફાઈના યુગમાં લાઈબ્રેરીની ભૂમિકા રજૂ કરાઈ હતી અને રૂપિયા 5555ના વિવિધ જીવન ઉપયોગી પુસ્તકોનું લિસ્ટ અહીંથી વિધાર્થીઓ જે કહેશે તે ખરીદી આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ ગૌતમ બારૈયા, ઉપસરપંચ ધર્મેશ બારૈયા, પંચાયત સભ્યો છગનભાઇ, મેહુલભાઈ, કાનાભાઈ, લવજી ગોહિલ, ભુપતભાઈ, શિક્ષક ભીખાભાઈ મકવાણા, ડૉ. મુકેશ સરવૈયા, ચેતન જેઠવા, મુન્નાભાઈ શેઠ, રમેશ રાઠોડ..બાબુભાઈ નોટરી, જે.પી. જેઠવા, વિનોદભાઈ, રમેશભાઈ, ભોપાભાઈ, મનસુખભાઈ, પ્રેમજીભાઈ, મનજીભાઈ, નારણભાઈ, મેહુલ શેઠ, રાકેશ બાંભણિયા વગેરે ગામના આગેવાનો તથા દિવ્ય જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે ખડેપગે ઊભા રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે.
ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ દ્વારા ગામની લાઇબ્રેરી માટે આગામી માર્ચ મહિનામાં નવા ભંડોળમાંથી રૂપિયા 1 લાખની ગ્રાન્ટ તાલુકા કે જીલ્લામાંથી અપાવવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી હતી.






