ખંભાળિયામાં જલારામ બાપાની પરંપરાગત શોભાયાત્રા નીકળી

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫

      પૂ. જલારામ બાપાની 226 ની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે ચાર વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની શોભાયાત્રાનો પરંપરાગત વિધિથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

       આ શોભાયાત્રા શહેરના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, શારદા સિનેમા રોડ વિગેરે રાજમાર્ગો પર ફરી અને નવી લોહાણા મહાજન વાડી (બેઠક રોડ) ખાતે સંપન્ન થઈ હતી. જલારામ બાપાના જયજયકાર સાથે ફટાકડાની આતશબાજી અને ડી.જે. બેન્ડ સાથે મોટી સંખ્યામાં જલારામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આસ્થા વ્યક્ત કરી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *