જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫
ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.
વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10 થી 11 વાગ્યા સુધી ગોવર્ધન પૂજા અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે. આ અન્નકૂટ મહોત્સવનો લાભ લેવા સર્વે વૈષ્ણવ ભાઈઓ-બહેનોને હવેલીના મુખ્યાજી રાજુભાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
