ખંભાળિયામાં બીએલઓ દ્વારા મતદારોને હાઉસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫

     ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તા. 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

     જે અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર ખાતે આજે બુથ લેવલ ઓફિસર્સ (બી.એલ.ઓ.) દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું. બી.એલ.ઓ. દ્વારા તેમના મતદાન મથક અંતર્ગતના મતદારોના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ વિતરીત કરવા તેમજ આ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન આપીને ફોર્મ ભરાવવાનું કાર્ય શરુ કરાયું છે. મતદાન મથકદીઠ નિયુક્ત કરેલા બી.એલ.ઓ. તા. 4 ડિસેમ્બર દરમ્યાન જિલ્લાના તમામ 634 મતદાન મથકોમાં કામગીરી કરાશે. આ સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન રી-એરેન્જમેન્ટ તા. 5 થી 8 ડિસેમ્બર સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા. 9 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ થશે.

     વર્ષ 2002ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ- 2002 માં પોતાનું નામ ચકાસી શકશે. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *