Headlines

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત


મૂકેશ પંડિત, ભાવનગર
ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા શ્રી અંકિતા ચૌહાણ અને ગાયક શ્રી રાજેશ ઠાકોરે વિવિધ પ્રસ્તુતિ આપી સૌ કોઈના દિલ જીતી લીધા હતા. વાદ્યવૃંદ પર શ્રી સંજય જાદવ અને શ્રી સુજીત શિયાળે સાથ આપ્યો હતો. ગુજરાત, પંજાબ અને અરુણાચલ પ્રદેશના દૃષ્ટિહીન કલાકારોએ હાર્મની બેન્ડ તરીકે રજૂઆત કરીને શ્રોતાઓને તેમના ભાવનાત્મક સૂરોથી મંત્રમુગ્ધ કરી દીધા, જે સાબિત કરે છે કે સંગીતને રાજ્યની કોઈ ભાષા કે સીમા બાધક બનતી નથી. કલાવૃંદનાં તમામ દૃષ્ટિહીન કલાકારોને મોટા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી રાજેશ યાદવ (IAS- મુખ્ય સચિવ, પ્રવાસન વિભાગ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ અને ડીજી જવાહર કલા કેન્દ્ર રાજસ્થાન સરકાર) અને શ્રીમતી પ્રિયંકા રાઠોડ (અધિક મહાનિર્દેશક, જવાહર કલા કેન્દ્ર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
થોડાં સમય પહેલાં ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક હાજરીમાં આ કલાકરોને દરિયાપારનાં દેશોમાં પરફોર્મન્સ કરવા માટે પ્લેટફોર્મ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જેના ભાગરૂપે રાવણ દહન કાર્યક્રમ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેના જ પગલે રાજસ્થાન સરકાર દ્વારા દેશનાં પસંદ કરાયેલ રાજ્યોનાં કલાકારો પૈકી ભાવેણાની સંસ્થાને નિમંત્રણ મળ્યું છે. તે ભાવનગર માટે પણ ગૌરવની વાત છે.
પ્રતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *