
નારન બારૈયા, નવારતનપર
નવા રતનપરમાં નવી પેઢીને પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની સેવાના નામે અંદરખાને ગંદુ રાજકારણ ખેલતી લાઈબ્રેરી ગેંગ તાજેતરમાં જ પંચાયત દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની ગ્રાન્ટ માંથી બનેલ નવા મકાનમાં લાઇબ્રેરી સેવા શરૂ કરતાં ફરી એકવાર ચર્ચાની એરણે ચડી છે. સેવાના નામે મેવા ખાવાનો અને પોતાના ગંદા રાજકીય અને સામાજિક ઈરાદાઓ પાર પાડવાના મનસુબા ધરાવતા દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના અમુક ટ્રસ્ટીઓ ના મલીન ઇરાદાઓ સપાટી ઉપર આવ્યા છે ત્યારે નવરાતનપરમાં એવી માંગ પણ ઉઠવા પામી છે કે ટ્રસ્ટ સેવાના નામે હાથવગું કરી લીધેલું પંચાયતનું બિલ્ડીંગ લાઇબ્રેરીના ઉપયોગ માટે પોતાના નામે શા માટે વાપરે છે? “દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત લાઇબ્રેરી” એવું મોટું બોર્ડ મારીને તેઓ પોતાના ગ્રુપના રાજકીય સામાજિક ઇરાદાઓ પાર પાડવા માંગે છે. સવાલ એ ઉઠો છે કે લાઇબ્રેરીનું નામ “નવારતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી” શા માટે નહીં?
એવી વ્યાપક ચર્ચા છે કે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટને સેવા જ કરવી છે તો સેવાના અનેક ક્ષેત્રો ખુલ્લાં જ છે. પંચાયતનો છેડો પકડીને પોતાનું નામ ઉપર લાવવાની કોશિશ શા માટે કરી રહી છે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ લાઇબ્રેરી ગેંગ? ટ્રસ્ટમાં મુદ્દાઓ ના નામકરણ તો જે હોય તે પરંતુ ચર્ચા એવી છે કે લાઇબ્રેરી ગેંગનું મોટાભાગનું સૂત્ર સંચાલન ભગત જેઠવા નામના એક શખ્સના હાથમાં છે અને આ ભગત જેઠવા એ શખ્સ છે કે જે ભૂતકાળમાં તાલુકા પંચાયતની સીટ ઉપરથી ચૂંટણી લડીને અત્યંત ખરાબ ખરાબ રીતે હારી ચૂક્યો છે અને હવે તે પોતાની તરફેણમાં એક રાજકીય માહોલ ઉભો કરવા માંગે છે. અને આ કાર્ય માટે તે પંચાયતના બિલ્ડીંગનો પોતાના અંગત હિત માટે ઉપયોગ કરવા માંગે છે. અને પોતાનો આ ઇરાદો પાર પાડવા માટે ભગત જેઠવાએ પોતાની સેવા ગેંગમાં પોતાના જ જેવા બીજા આ પ્રકારના નાના-મોટા મનસુબાઓ પૂરા કરવા માંગતા પ્યાદાંઓને પોતાની આસપાસ ગોઠવી દીધાં છે. ભગત જેઠવાની આ લાઇબ્રેરી સેવા ગેંગમાં અમુક સભ્યો એવા છે કે જે ભૂતકાળમાં દારૂના વેપારમાંથી થયેલી કમાણીમાંથી ભણેલા છે અને હવે તે લોકો પોતાની મેલી છાપને ઉજળી કરવા માંગે છે. પોતાની કાળી કમાણીમાંથી કરેલા દાનથી એ લોકો પોતાને ઉજળા દેખાડવા માંગે છે. પરંતુ આ રીતે દારૂના પૈસાની કમાણીમાંથી આગળ આવેલા લોકોનો ઉપકાર જો લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ ઉપર પડે તો વિદ્યાની દેવી સરસ્વતી આ નવી પેઢીના વિદ્યાર્થીઓને કેવું ફળ આપશે? તે પણ સમગ્ર સમાજ માટે વિચારવાનો વિષય બની ચૂક્યો છે. લાઇબ્રેરી ગેંગમાં એક એવો વેપારી પણ છે કે જે સેવાના નામે પોતાના અમુક વેપારી ઇરાદાઓ પાર પાડવા માંગે છે. આ લાઇબ્રેરી બેંકમાં અમુક સારા માણસો પણ છે પરંતુ આ સારા માણસોમાં ભોળપણ એટલી હદે વકરી ગયેલું છે કે તે ડફોળતાની હદે પહોંચી ગયું છે અને એ લોકોને ખબર જ નથી કે પોતાની ગેંગના અમુક લોકો તેનો પણ પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ એવા બુદ્ધિશાળી લોકો છે કે જે પોતાની બુદ્ધિને ઘરે કબાટમાં મૂકીને તાળું મારીને જ લાઇબ્રેરી ગેંગની સેવા કરવા માટે હંમેશા તત્પર થઈને જાય છે. આ બધા કારણોસર એવા સવાલો ઉઠી રહ્યા છે કે પંચાયત પોતે જ લાઇબ્રેરી શા માટે પોતાના હસ્તગત કરી લેતી નથી? દિવ્ય જ્યોતિ ટ્રસ્ટમાં નથી તો દિવ્યતા અને નથી અજવાળું કરતી કોઈ જ્યોતિ. વળી જ્યોતિ તો દિવ્ય જ હોય છે. જ્યોતિ શબ્દની આગળ દિવ્ય વિશેષણ લગાડવામાં આવ્યું છે એ બાબત જ લાઇબ્રેરી ગેંગની દેખાવ કરવાની માનસિકતા થતી કરે છે.
અને તેથી જ એવી લોક લાગણી ઉઠવા પામી છે કે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટનું નામ પંચાયતના બિલ્ડીંગ ઉપરથી સંપૂર્ણપણે હટાવવામાં આવે અને તેનું નામ “નવારતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી” કરવામાં આવે. પંચાયતના બિલ્ડિંગમાં ચાલતી લાઈબ્રેરીના માથે કોઈ ખાનગી ટ્રસ્ટનું નામ હોવાને કારણે ગામમાં એવા અનેક લોકો છે કે જે પોતે વિનામૂલ્ય સેવા આપવા માટે જવા માંગતા હોવા છતાં પણ જઈ શકતા નથી. કારણ કે પંચાયતનું બિલ્ડીંગ પંચાયતની લાગુ પડતી વિધિથી મેળવવાને બદલે માત્ર સરપંચ-ઉપસરપંચને ખાંડ ખવડાવીને પચાવી પાડનાર લાઇબ્રેરી ગેંગનું વર્તન એવું હોય છે કે લોકોને પોતાની વિનામૂલ્ય સેવા આપવા જવાનું મન પણ ન થાય. લાઇબ્રેરી ગેંગનું આવું વિકરાળ અને ગંદા ઇરાદાઓ વાળુ ગેરવર્તન લાઈબ્રેરીના નવા બિલ્ડીંગમા ગેરકાયદેસર પ્રવેશ પ્રસંગે બહાર આવ્યું હતું. લાઇબ્રેરી ગેંગે પોતાને જેનો ઉપયોગ કરવાનો હતો તેવા સરપંચ તથા ઉપસરપંચના ભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ અને બીજા કેટલાક કોભાંડોથી જાણીતા નેતાઓને હાજર રાખ્યા હતા અને ઉપરથી “ગામ સમસ્ત” એવું રૂપાળું નામ આપી દીધું હતું. પણ હકીકત માટે ગામ સમસ્ત નહીં પરંતુ “માત્ર ગ્રુપ સમસ્ત” હતું. જો ગામ સમસ્ત જ હતું તો ગામ સમસ્ત ને આ પ્રસંગે નિમંત્રણ શા માટે આપવામાં આવ્યું ન હતું? ગામના એવા અનેક શેરી લેવલના અને ગામ લેવલના આગેવાનો છે કે જેમને આ વસ્તુની જાણ પણ થવા દીધી ન હતી અને ગામમાં પોતાનો માવો દેખાડવા માટે બહારના કોબડી નેતાઓને ખાસ નિમંત્રણ આપીને હાજર રાખવામાં આવ્યા હતા. ગામના અનેક ભૂતપૂર્વ સરપંચો ભૂત પર્વ પંચાયત સદસ્યો તેમજ ચૂંટણી લડીને હારી ચૂકેલા મહત્વના નેતાઓને શા માટે નિમંત્રણથી બાકાત રાખવામાં આવ્યા હતા? હકીકતમાં તો ઉતાવળથી કાર્યક્રમનું આયોજન થયું હોવાના શીલા ચાલુ અને ગંદા બહાના હેઠળ આ લોકોને હાથે કરીને નિમંત્રણમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. અમુક લોકોને બાકાત કરવામાં આવે તો જ ગામ સમસ્ત ના નામે ભગત પ્રકારના તત્વો પોતાની ભક્તિ ચલાવી શકે અને લાઇબ્રેરી ગેંગના અન્ય સભ્યો પોતાની મનમાની કરી શકે.
લાઇબ્રેરી ગેંગના આ “ગામ સમસ્ત નિમંત્રણ કૌભાંડ”ની ચોકાવનારી અને સિલસિલા બદલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમુક લોકોનું તો ખાસ અપમાન કરવા માટે તેમને નિમંત્રણથી બાકાત રાખવામાં આવ્યા હતા અને પાછળથી તમને જ નિમંત્રણ આપવાનું હતું પરંતુ ભુલાઈ ગયું એમ કહીને તેમને ફરી એક વખત અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં ઓન પેપર ગેરકાયદેસર કહી શકાય તેવો પ્રવેશ કરવાનો હોવાથી ગ્રામ પંચાયતના કાયદા અને નિયમોના જાણકાર એવા તલાટી મંત્રી દલસુખ જાનીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ સિવાય બીજા એવા 100 નામ ગણાવી શકાય કે જેમને નિમંત્રણ અપાવવું જોઈએ તેમ છતાં અપાયું ન હતું. કારણ કે એ લોકોને નિમંત્રણ આપવામાં આવે તો ભગત જેઠવાની લાઇબ્રેરી ગેંગ “ઠગ ભગત” હોવાનું ખુલ્લું પડી જાય.
અને તેથી જ ગ્રામજનોમાં એવી લાગણી પ્રસરી જવા પામી છે કે દિવ્ય જ્યોતિ નામના ખાનગી ટ્રસ્ટ દ્વારા પચાવી પાડવામાં આવેલી લાઇબ્રેરીની જગ્યાને નવા રતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી એવું નવું અને સાચું નામ આપવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ચાર વર્ષ પછી પંચાયતની નવી બોડી આવશે તે પણ જે રીતે હાલની નવી બોડીએ સફાઈ કામદાર બેચર પોપટ બારૈયાને વગર નોટી છે નિયમ ભંગ કરીને દૂર કરી દીધા અને પોતાનું મનમાન્યું કરવા માટે તલાટી મંત્રી અને વીસીઈ ગિરધર લાઠીયાને હટાવવાની કોશિશ કરી છે તેઓ ભવિષ્યની ચાર વર્ષ પછીની નવી બોડી પણ કરી શકે. તેથી ભવિષ્યની સ્થિરતા ને ધ્યાનમાં રાખીને પણ લાઇબ્રેરીનું સાચું નામકરણ “નવારતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી” રાખવો એ જ સર્વજનહિતમાં હોવાનું સમજાય છે. અને આ નવું નામ રાખ્યા પછી કોઈ નામની લાલચા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે પોતાની સેવા આપવાની પણ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટને છૂટ હોવી જોઈએ.

