
હરેશ પરમાર, ભાવનગર
રોડ અકસ્માતોની વધતી ઘટનાઓ અંગે લોકોમાં ‘માર્ગ સલામતી’ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ અને સોમવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત જૈનના માર્ગદર્શનમાં KECL દ્વારા સનેશ ગામ ખાતેની સરકારી શાળામાં ‘રોડ સેફ્ટી’ વિષય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત જૈને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામવાસીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્વ, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગથી થતા જોખમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ‘રોડ સેફ્ટી’ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો, તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અન્ય વક્તાઓએ પણ ‘સલામતી’ એ માત્ર નિયમ નહીં, પરંતુ જીવન બચાવવાનો મહત્વપૂર્ણ ઉપાય છે અને દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અન્યને પણ તે માટે પ્રેરિત કરે તે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું. KECL તેમજ શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો અને સ્થાનિક નાગરિકોએ કાર્યક્રમને સફળ બનાવવા યત્ન કર્યો હતો.
