
“એક દેશી ગાયના ગોબરથી 30 એકર જમીનમા ખેતી થઇ શકે:” ખેડૂત કચરા ભાઈ જોરા
ધ ગ્રેટ વર્લ્ડ, જૂનાગઢ
ચોરવાડનાં કુક્સવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત કચરાભાઈ દેવશીભાઇ ભાઇ જોરાએ પ્રાકૃતિક ખેતી કરીને રાષ્ટ્રિય અને રાજ્ય નાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રના એવોર્ડ મેળવનાર ખેડૂતની મુલાકાત કેશોદના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મુલાકાત લીધી હતી. તેની સાથે પોરબંદરનાં કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા સમાજ અગ્રણીઓ સામતભાઇ જોરા, કાનાભાઈ નાગાભાઈ વાળા, રામભાઈ ભાદરકા, રૂડાભાઈ ભાદરકા, કાંતિભાઇ ભરડા, ગોપાલભાઈ ભરડા, અરજણ ભાઇ ભરડા સહિતના ખેડૂત અગ્રણીઓ જોડાયા હતા. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના ગાત્રાડ માતાજીના મંદિર બાજુમાં બરડા વાડી વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂત કચરાભાઈ દેવશીભાઈ જોરા ની પ્રાકૃતિક ખેતીની કેશોદના ધારા સભ્ય દેવા ભાઇ માલમ એ લીધી હતી. કેશોદના ધારા સભ્ય અને રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે પ્રાકૃતિક ખેતી અપનાવનાર કચરાભાઈ જોરાની ઓર્ગેનિક ખેતી નિહાળી અભિભૂત બન્યા હતા બાદ અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકના પોષણ ક્ષમ ભાવ પણ મળે છે ખેડૂતોની આવક માં વધારો થાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગના કારણે જમીન મા ઓર્ગેનિક કાર્બનનુ પ્રમાણ ઘટ્યું છે. મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે ખેતરોમાં રાસાયણિક દ્રવ્યોના છંટકાવથી કેન્સર હાર્ટ એટેક જેવા ગંભીર રોગનું જોખમ વધે છે. પાકમાં હાઇબ્રિડ બીજ યુરિયાનું આંધળુ અનુકરણ આવનારી પેઢી ના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાન કા રક છે આથી ગુજરાત નું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની રહ્યું છે. દેશી ગાયના મૂત્ર, ગોબર આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવતામાં સુધારો થવા સાથે મનુષ્ય નું સ્વાસ્થ્ય સુધરસે અને
પર્યાવરણમાં પણ સુધારો આવશે. આ વિસ્તાર માટે કચરાભાઈ જોરા ખેડૂતો માટે પ્રેરણા સ્રોત બનવા બદલ સરાહના કરી હતીઆ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પોરબંદર જિલ્લાના કોળી સમાજના શ્રેષ્ઠી અને કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે, આજે આપણી દરિયાઈ પટ્ટી પરના ગામો માં કેન્સર હાર્ટ એટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે લોકો ના જીવ બચાવવા માટેનું પુણ્ય કાર્ય એ પ્રાકૃતિક ખેતી છે આ ખેતીના માધ્યમથી જ જનઆરોગ્ય , પ્રકૃતિ અને પર્યાવરણ ને બચાવી શકી શું તેમણે કચરાભાઈ જોરાની ખેતી નિહાળી તેનો પ્રયાસને બિરદાવવામાંમાં આવ્યા હતા.
પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી માટે વિશેષ જાણકારી માટે તેઓનો મોબાઈલ નબર 9909116915 પર સંપર્ક સાધી શકાશે.
