બોર્ડના પરીક્ષાર્થીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા નિહાળી શકશે
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી તા. 25 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર જઈને બેઠક વ્યવસ્થા અને સીટ નંબર જોઈ શકશે. આ વ્યવસ્થાનો હેતુ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પોતાનો બ્લોક શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાથી તમામ સ્થળ સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે કે નિયત સમયે પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રાખવામાં આવે અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. પરીક્ષાર્થીઓએ પોતાના હોલ ટિકિટ સાથે કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે જેથી તેઓ અગાઉથી જ પોતાના પરીક્ષા ખંડથી વાકેફ થઈ શકે. જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
