Headlines

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬

    ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ નંબર 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. 5, 12, 19 અને 26 એપ્રિલ તથા 3 અને 10 મે ના રોજ ઓખાથી આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે. જે વાયા કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, મલ્હૌર, બારાબંકી, ગોરખપુરના બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, માં બેલહા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન, ગોરખપુર થઈને દોડશે.

      માર્ગમાં ફેરફારને કારણે આ તારીખો દરમિયાન આ ટ્રેન ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર જશે નહીં. તેમ રેલવે સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *