જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬
ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન(સી.ઈ.ડી.)’ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે 15 દિવસીય “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ(ઈ.ડી.પી)”નું ટૂંક સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, જામ ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આયોજન થનાર છે.
આ તાલીમમાં માત્ર 30 તાલીમાર્થીઓ જ લેવાના હોવાથી ઇચ્છુક ઉમેદવારો તાલીમ માટે નામ નોંધાવવા તેમજ વધુ માહિતી મેળવવા માટે સી.ઈ.ડી. પ્રાદેશિક કચેરી – પોરબંદર, જી.આઈ.ડી.સી. સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, (ઓરિએન્ટ કંપની ગેટ નં. 2 પાસે, જી.આઈ.ડી.સી. – પોરબંદર) ખાતે અધિકારી જીજ્ઞેશકુમાર ચૌહાણનો સંપર્ક કરવા સીનીયર ટ્રેનીંગ ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
