Headlines

દ્વારકાના બાટીસા અને ભાણવડ તાલુકાના શિવા ગામે કાલે સેવા સેતુ કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬

       દ્વારકા તાલુકાના બાટીસા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ શુક્રવાર તા. 13 ના રોજ સવારના 9 વાગ્યાથી સાત ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગઢેચી, ગોરીયારી, બાટીસા, મૂળવેલ, નાગેશ્વર, રાંગાસર ગામનો સમાવેશ થશે.

     આ જ રીતે ભાણવડ તાલુકાના શિવા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે શુક્રવારે ૧૨ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં શિવા, વાનાવડ, કૃષ્ણગઢ, કાટકોલા, આંબરડી, વેરાડ, મોટા કાલાવડ, કલ્યાણપર, જંબુસર, જશાપર, મોડપર અને મેવાસા ગામોનો સમાવેશ થશે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *