Headlines

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૧૮

ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ. ગિરીશ કે. સોલંકીના નેતૃત્વમાં અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. મયૂરી એ. ભાટિયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *