ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬
ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
_
(કુંજન રાડિયા)
