પોરબંદર: શહેરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મયુર હરદાસભાઈ ઓડેદરાએ એક યુવતીને વોટ્સએપ કોલ કરી અભદ્ર ગાળો આપી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, ઉદ્યોગનગર પોલીસે ધરમપુરના પાટીયા પાસે પેટ્રોલીંગ દરમિયાન આ જ આરોપી મયુર ઉર્ફે મયલાને ગેરકાયદેસર રીતે છરી સાથે ઝડપી પાડ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એક જ શખ્સ સામે અલગ-અલગ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાતા ચકચાર મચી છે.
