Headlines

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી


નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી


ભાવનગર: નવા રતનપર સીટ પર ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે પત્રિકા યુદ્ધને લઈને જગદીશ બારૈયાના ખુલાસા બાદ હવે સરપંચ ગૌતમ બારૈયાએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌતમ બારૈયાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી હવે ગંદા રાજકારણ પર ઉતરી આવી છે અને ભારતીય જનતા પાર્ટી સહિત મને બદનામ કરવાના પાયા વિહોણા આક્ષેપો કરી રહી છે.


લોકપ્રિયતાથી ડરી ગયેલી કોંગ્રેસનું કૃત્ય


​ગૌતમ બારૈયાએ જણાવ્યું હતું કે, “અમે સતત લોકહિતના કાર્યો કરી રહ્યા છીએ, જેના કારણે ભાજપ અને અમારી લોકપ્રિયતા વધી રહી છે. કોંગ્રેસના લોકો હવે જનતા વચ્ચે જઈને પ્રચાર કરી શકે તેમ નથી, તેથી પત્રિકાઓ ફેલાવીને ખોટા આરોપો લગાવી રહ્યા છે. પત્રિકામાં જે વાતો લખાઈ છે તે તદ્દન ખોટી છે.”


કાનૂની કાર્યવાહીની તૈયારી


​ગૌતમ બારૈયાએ વધુમાં ઉમેર્યું કે, “હાલ મારા ભાઈના લગ્ન હોવાથી હું સામાજિક જવાબદારીમાં વ્યસ્ત છું, તેમ છતાં મારા નામે આવી ખોટી પત્રિકાઓ વહેતી કરવામાં આવતા હું આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યો છું. આ પત્રિકામાં કોના અક્ષર છે તેનો મને અંદાજ આવી ગયો છે. આ કાવતરું કરનારને શોધી કાઢી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા સો વાર વિચાર કરે.”


ભાજપની સફળતાથી ઈર્ષા


​ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નવા રતનપરમાં બારૈયાના મઢ ખાતે ભાજપની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી, જગદીશ સોલંકી, રઘુ ગોહિલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ગૌતમ બારૈયાના મતે, ભાજપની આ સફળતા અને કાર્યકરોનો ઉત્સાહ જોઈને વિરોધીઓ ઈર્ષાના કારણે આવા નીચલા સ્તરના રાજકારણ પર ઉતરી આવ્યા છે.


બેનરો ફાડવાની પણ થઈ હતી હરકત


​ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના લોકો અગાઉ નવા રતનપરમાં ભાજપના પ્રચારના બેનરો ફાડવા જેવી હરકતો પણ કરી ચૂક્યા છે. જગદીશ બારૈયા બાદ હવે ગૌતમ બારૈયાએ પણ આક્રમક વલણ અપનાવતા આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય તપાસ તેજ બને તેવી શક્યતા છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *