Headlines

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવન ી ભક્તિભાવ સાથે ઉજવણી


અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા

ધ ગ્રેટ વર્લ્ડ, ઈશ્વરીયા

​ગોહિલવાડના ઈશ્વરિયા ગામમાં નિર્માણ પામેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં અખાત્રીજના પવિત્ર પ્રસંગે પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં નીલકંઠભાઈ દવેના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને યજ્ઞનું સુંદર આયોજન થયું હતું. રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કાળુભાઈ ભીકડિયા, મેરાભાઈ ગોહિલ, વીરશંગભાઈ સોલંકી, ઘોહાભાઈ ગોહિલ, શંભુભાઈ નાકરાણી, મહિપતભાઈ દવે, હરેશભાઈ ઈટાળિયા, રવજીભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ ગોળકિયા, પોપટભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ પરમાર જેવા સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં નટવરગીરી ગોસ્વામી સાથે ભાવિક સેવકોએ ખંતપૂર્વક સેવા આપી હતી અને ગ્રામજનોએ દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓએ પાટોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *