જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો- યુવતીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું.
ખંભાળિયાના રહીશ અને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિવેક મિલનભાઈ કોટેચા, પૂર્વશીબેન ભટ્ટ, માધવીકાબા જયપાલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાઓએ પ્રથમ વખત આ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈને પોતાની નૈતિક ફરજ બજાવી, ગૌરવ વ્યક્ત કર્યો હતો.



