જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે.
ખંભાળિયા શહેરના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહિત ભરતભાઈ મોટાણી, કિરણબેન પ્રદીપભાઈ ઘઘડા, મેઘાબેન નિકુંજભાઈ વ્યાસ અને મનીષ કાંતિલાલ નકુમએ પોતાના નામાંકન ભર્યા હતા. તેમની સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ ભાજપ સિવાયના અન્ય તમામ ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચી લેતા વોર્ડ નંબર 6 ની આખી પેનલના ચારેય ઉમેદવારો બિનહરીફ બન્યા હતા.
આ તમામ ઉમેદવારો મોહિત ભરતભાઈ મોટાણી, કિરણબેન પ્રદીપભાઈ ઘઘડા, મેઘાબેન નિકુંજભાઈ વ્યાસ અને મનીષ કાંતિલાલ નકુમએ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થનારા તેમજ સહાયભૂત થનારા તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તથા શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.




