Headlines

ભાવનગરમાં ગરમી — ભેજ નું પ્રમાણ વધતા બફાર ાથી લોકો અકળાયા: ચૂંટણી જેટલી જ ગરમી સૂરજની


ભાવનગર તા.૨૯
ભાવનગર શહેરમાં આજે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ૨૬ કી.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૨૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી. લોકો જણાવી રહ્યા છે કે જેટલી ગરમી ચૂંટણીની હતી તેટલી જ ગરમી અત્યારે સૂરજની પણ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *