Headlines

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ખંભાળિયાની અદાલત


કુંજન રાડીયા, જામખંભાળિયા
ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગેની તપાસમાં સિનિયર પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા તપાસના અંતે હત્યાની જુદી જુદી કલમ હેઠળ ગુના સંદર્ભેનું ચાર્જશીટ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ શ્રી એસ.વી. વ્યાસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા સરકાર તરફે અહીંના સરકારી વકીલ કે.સી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ, નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી, આજીવન કેદની સજા તથા રૂ. એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *