Headlines

​ગુજરાત બોર્ડમાં પોરબંદરની કૃપા થાનકીનો ડંકો: ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં મેળવ્યું પ્રથમ સ્થાન


​ગણિત અને કમ્પ્યુટરમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી કૃપાએ રચ્યો ઈતિહાસ

ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં પોરબંદરની દીકરી કૃપા ભરતભાઈ થાનકીએ સમગ્ર રાજ્યમાં સર્વોચ્ચ દેખાવ કરીને જિલ્લાનું અને બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે. સિગ્મા સ્કૂલની આ તેજસ્વી વિદ્યાર્થીનીએ ૯૯.૯૭ ઓવરઓલ પર્સન્ટાઈલ મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કૃપાએ વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A માં ૬૫૦ માંથી કુલ ૬૨૭ ગુણ મેળવીને A1 ગ્રેડ હાંસલ કર્યો છે, જે તેની અજોડ પ્રતિભાનો પુરાવો છે.
​કૃપાના મોટા બાપુ પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી ચૂકેલ છે. પિતાના માર્ગદર્શન અને માતા-પિતાના પ્રોત્સાહનથી કૃપાએ આ મુકામ હાંસલ કર્યો છે. કૃપાએ જણાવ્યું કે તે રોજના ૧૦ થી ૧૨ કલાક મહેનત કરતી હતી. તેણે મુશ્કેલ પ્રશ્નપત્રો સોલ્વ કર્યા અને પરીક્ષાના છેલ્લા દિવસ સુધી સતત રિવિઝન ચાલુ રાખ્યું હતું. પરીક્ષાના ડરને બાજુ પર મૂકીને કરેલી એકાગ્રતાભરી મહેનતનું જ આ પરિણામ છે. ભવિષ્યમાં તે આઈ.ટી. (IT) ક્ષેત્રે આગળ વધીને શ્રેષ્ઠ કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું લક્ષ્ય ધરાવે છે. તેની આ અદભૂત સફળતાને પોરબંદરના શૈક્ષણિક જગતે પણ વધાવી લીધી છે.

​કૃપા થાનકીનું ઝળહળતું પરિણામ

ગણિત (Mathematics) ૧૦૦ ૧૦૦
કમ્પ્યુટર (Theory) ૧૦૦ ૧૦૦
કેમિસ્ટ્રી (Chemistry) ૧૦૦ ૯૯
ફિઝિક્સ (Physics) ૧૦૦ ૯૮
અંગ્રેજી (English) ૧૦૦ ૯૨
કમ્પ્યુટર (Practical) ૫૦ ૫૦
ફિઝિક્સ (Practical) ૫૦ ૪૫
કેમિસ્ટ્રી (Practical) ૫૦ ૪૩
કુલ ગુણ ૬૫૦ ૬૨૭ (A1 Grade)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *