ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર, તા.૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના પરિણામોમાં પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦નું 79.59 ટકા પરિણામ નોંધાયું છે.
જિલ્લામાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં 91.22 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 82.37 ટકા પરિણામ નોંધાયું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં નોંધાયેલું ઊંચું પરિણામ જિલ્લાની શૈક્ષણિક પ્રગતિ દર્શાવે છે.
જિલ્લાના શિક્ષણવિદો અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવામાં આવી રહી છે. સાથે જ સફળ થયેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
