જિલ્લા પુરવઠા અધિકારીની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ
ઘ ગ્રેટ વર્લ્ડ,પોરબંદર
પોરબંદર, તા.૪:તાજેતરમાં પોરબંદર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઈને પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજાએ સ્પષ્ટતા કરી હતી અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી હતી.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે કેટલીક અફવાઓને કારણે લોકો ગભરાઈને અનાવશ્યક રીતે વધુ પ્રમાણમાં ઇંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ પંપ પર ભીડ સર્જાઈ રહી છે. પરંતુ આવી અફવાઓમાં કોઈ સત્યતા નથી.
